મોરબીના રામકૃષ્ણનગરમાં ગટરની ખુલ્લી કુંડીમાં ખુંટીયો ખાબક્યો

- text


તૂટેલી કુંડી અંગે પાલિકા તંત્ર ઉડાઉ જવાબ આપતું હોવાનો સ્થાનિકોનો આરોપ

મોરબી : મોરબીના રામકૃષ્ણનગરમાં આજ રોજ ગટરની ખુલ્લી કુંડીમાં એક ખુંટીયો ખાબક્યો હતો. જો કે મહામહેનતથી ખુંટીયાને કુંડીમાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ સ્થાનિકોએ આવી ખુલ્લી કુંડીઓ અને ગંદકીની સમસ્યા મામલે પાલિકા તંત્ર પર આરોપ લગાવ્યા હતા.

- text

રામકૃષ્ણનગરના સ્થાનિક રહીશ રાહુલભાઈ મેવાડાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આજ રોજ ગટરની કુંડીનું ઢાંકણ ખુલ્લું હોય ખુંટીયો પડી ગયો હતો. કુંડીનું આ ઢાંકણું છેલ્લા 15 દિવસથી આ રીતે ખુલ્લુ પડ્યું છે. અહીંયા ગંદકીની પણ સમસ્યા છે. ઢાંકણું ખુલ્લું હોવાથી કાંકરા, ઈંટ અને અન્ય કચરો ગટરમાં જઈ રહ્યો છે જેના કારણે ગટર બ્લોક થઈ જાય છે. નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરી છે પરંતુ ઉડાવ જવાબ મળી રહ્યા છે અને થઈ જશે તેમ કહીને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.

- text