મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામના નવનિર્મિત શિશુગૃહમાં 13 જુલાઈએ બાળકોને અપાશે પ્રવેશ

- text


મોરબી : મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તૈયાર થયેલા શ્રી સતગુરુ વાત્સલ્યવાટિક (શિશુગૃહ)માં તારીખ 13 જુલાઈથી બાળકોને પ્રવેશ આપવામાં આવશે. હાલ અહીં 58 જેટલા બાળકો નિવાસ કરે છે.

મહત્વનું છે કે, ખોખરા હનુમાન હરિહર ધામમાં ગત તારીખ 30 ડિસેમ્બર 2023ના રોજ માતા-પિતાથી વિખુટા પડેલા અસહાય બાળકોને આશ્રય આપવા તથા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્વસ્થ અને સંસ્કારમ્ય પ્રાપ્ત થાય તે હેતુથી શ્રી સતગુરુ વાત્સલ્યવાટિક (શિશુગૃહ) તથા સમાજના ઈવા વડીલો કે જે કોઈ કારણોસર એકલા પડી ગયા હોય તેમને વિના મૂલ્યે આશરો, પૌષ્ટિક ભોજન તથા સન્માન પૂર્વક જીવન મળી રહે તે માટે લગભગ 2 કરોડના ખર્ચે શ્રી સતગુરુ કૃપા વનપ્રસ્થાશ્રમ (વૃદ્ધાશ્રમ)નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શિશુગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતાં 13 જુલાઈના રોજ આ નવા શિશુગૃહમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

- text

- text