ટંકારાનો બંગાવડી ડેમ 70 ટકા ભરાઈ ગયો : હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

- text


ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં 980 ક્યુસેકની આવક 

ટંકારા : ટંકારાનો બંગાવડી ડેમ 70 ટકા ભરાઈ ગયો હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં 980 ક્યુસેકની આવક નોંધાઈ રહી હોવાનું જાહેર કરાયું છે.

મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાનાં બંગાવડી ગામ પાસે આવેલ બંગાવડી ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રહશક્તિના 70 % ડેમ ભરાઈ ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા હોય, ડેમની હેઠવાસમાં આવેલ ટંકારાના બંગાવડી ગામ અને જોડિયા તાલુકાના ટીંબડી તથા રણનાળને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તે ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા, તેમજ માલ મિલકત તથા ઢોર ઢાખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેહવા સૂચના આપવામાં આવી છે.

- text

- text