મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદી પરની દિવાલ દૂર કરવાની કામગીરી શરૂ

- text


ડીઆઈએલઆરની માપણી બાદ સંસ્થાએ અસંતોષ વ્યક્ત કરતા એસએલઆર દ્વારા માપણી કરાઈ

મોરબી : મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિર દ્વારા બનાવવામાં આવેલી વિવાદિત દિવાલ દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. જો કે કયા સુધીમાં આ કામગીરી પુરી કરાશે તે અંગે સૌએ મૌન સાધ્યું છે.

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બનાવવામાં આવેલી દિવાલ બાબતે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે કલેક્ટર તંત્ર અને મંદિરના સંચાલકો વચ્ચે બેઠક પણ મળી હતી. જેમાં સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ડીઆઈએલઆરની માપણી અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યા બાદ આજે એસએલઆર દ્વારા ફરી માપણી કરવામાં આવી હતી. સાથે આજ રોજ સંસ્થા દ્વારા દિવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હીટાચી મશીન દ્વારા દિવાલ દૂર કરવામાં આવી રહી છે.

- text

- text