મોરબી : રાયફલ ટ્રેનિંગમાં પ્રથમ નંબરે આવતા કુંતાસીના રાજેશ સોઢીયા

- text


મોરબી : મોરબી જિલ્લાના કુંતાસી ગામના રાજેશ કાળુભાઈ સોઢીયાએ રાઇફલ ટ્રેનિંગમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાજેશભાઈ સોઢીયા કે જેઓએ રાઇફલની ટ્રેનિંગમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરીને પ્રથમ નંબર મેળવ્યો છે. જેઓએ માધવ નગર, માધવગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે રાઇફલ 3, NOT 3ની ટ્રેનીંગમાં 26 જિલ્લાના 123 હોમગાર્ડ જવાનોમાંથી પ્રથમ નંબર મેળવી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જે બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. આ ટ્રેનિંગમાં જાવેદભાઈ, રવિભાઈ, ક્લાર્ક વી.જે.સુમળ, ઓફિસર કમાન્ડિંગ જે. એન. વાઘેલા તથા ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ દીપ બી. પટેલ હતા.

- text

- text