મોરબીમાં યુવાને ખોટું નામ અને જાતિ ધારણ કર્યાનો ગુન્હો નોંધાયો

- text


સેન્ટમેરી સ્કૂલ નજીક રહેતા વેપારી યુવાને દંપતી વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની છાનબિનમાં ખુલાસો

મોરબી : મોરબીની સેન્ટમેરી સ્કૂલ પાસે રહેતા વેપારી ઉપર દંપતીએ હુમલો કરવાના બનાવમાં અગાઉ આ પરિણીતાએ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હોય આ કિસ્સામાં નવો ધડાકો થયો છે અને પરિણીતાનો પતિ આહીર હોવા છતાં ખોટું નામ ધારણ કરી ખોટું શ્રમકાર્ડ અને ચૂંટણી કાર્ડ કઢાવ્યું હોવાનું સામે આવતા પોલીસે અલગથી ગુન્હો દાખલ થયો છે.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુલતાન પ્યારઅલી જેસાણી નામના વેપારી યુવાને આરોપી દંપતી વિરુદ્ધ તલવારથી હુમલો કરી આંગળી કાપી નાખવા મામલે નોંધાવેલ ફરિયાદમાં પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસમાં આરોપી યુવાન અનુસૂચિત જાતિના નહિ પરંતુ આહીર જ્ઞાતિના હોવાનું તેમજ તેમનું સાચું નામ ભીમશી કેશુરભાઈ કંડોરિયા રહે.ચૌટા તા.કુતિયાણા જી.પોરબંદરના હોવાનું ખુલતા પોલીસે ખોટી ઓળખ ધારણ કરવા ખોટું ચૂંટનીકાર્ડ અને શ્રમકાર્ડ કઢાવવા મામલે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text