મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાશે

- text


31 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે 

મોરબી : મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી તારીખ 11/8/2024 ને રવિવારના રોજ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 31/7/2024 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

- text

ભારત વિકાસ પરિષદ-મોરબી સંસ્થા અવારનવાર રાષ્ટ્રહિત અને સમાજસેવાનાં કાર્યક્રમો કરતી રહે છે. સંસ્થા દ્રારા દરવર્ષે બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર ભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને એ માટે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક શાળાનાં ધોરણ 6+થી 12નાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને સમૂહમાં સંસ્થા દ્રારા બનાવેલ “राष्ट्रीय चेतना के स्वर” પુસ્તિકામાંથી દેશભક્તિ ગીત રજૂ કરે છે. આ વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2024 તા.11/8/2024ને રવિવારનાં રોજ યોજાવા જઈ રહેલ છે. આ સ્પર્ધામાં મોરબીની શાળાઓ ભાગ લઈ અને રાષ્ટ્રહિતની પ્રવૃતિમાં પોતાનું યોગદાન આપી શકશે. આ સ્પર્ધા શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. સ્પર્ધામાં રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા.31/7/2024ને બુધવાર છે. સ્પર્ધાનાં નિયમો અને રજીસ્ટ્રેશન ફોર્મ નીચે દર્શાવેલ નંબર પરથી મેળવી શકાશે. આ માટે પરેશભાઈ મિયાત્રા (સંયોજક), મો.99799 60477, વિનુભાઈ મકવાણા (સહસંયોજક), મો.97233 79171, હિંમતભાઈ મારવણીયા (સચિવ), ડૉ. જયેશભાઈ પનારા (અધ્યક્ષ)નો સંપર્ક કરી શકાશે.

- text