માળિયા(મી.)માં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનો ૨૦૪ દર્દીઓએ લીધો લાભ

- text


માળિયા : માળિયા (મી.)તાલુકા હેલ્થ કચેરી, GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા(મી) ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ હતો. કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૦૪ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું. જેમાં ઓરલ કેન્સર માટે કુલ ૧૨૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું. તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૪૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતુ. સર્વાઈકલ કેન્સર અંગે કુલ ૩૫ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું.

- text

આમ આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સર નાં ૨૪, બ્રેસ્ટ કેન્સર નાં ૧ અને સર્વાઈકલ કેન્સરનાં ૧૨ દર્દીઓને રીફર કરવામાં આવેલ હતા,ઉપરાંત આ કેમ્પને આવેલ તમામ દર્દીઓને કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા(મી), એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, માળીયા(મી) તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

- text