ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારા અંગે પુનઃવિચાર કરવા NMOની મુખ્યમંત્રીને રજૂઆત

- text


તાજેતરમાં ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફી વધારો પરત ખેંચવા માટે નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન (NMO)ના પ્રતિનિધિઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી અને ફી વધારા અંગે પુનઃવિચાર કરવા રજૂઆત કરી હતી.

કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમ્નભાઈ વાજા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન (NMO)ના પ્રતિનિધિઓએ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. ડો.ભરતભાઈ અમીન, ડો.પ્રવીણભાઈ ભાવસાર, ડો.દુષ્યંતભાઈ દેસાઈ, ડો.વિરેનભાઈ દોશી, ડો.વિજયભાઈ ગઢીયા અને ડો.નિખિલ ચૌહાણ સાથે NMOના પ્રતિનિધિ મંડળે ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં તાજેતરમાં થયેલા ભારે ફી વધારા અંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને મળીને પુનઃવિચાર કરવા અથવા ફી વધારો ઓછો કરવા જણાવ્યું હતું.

- text

આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ NMO પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી અને NMOને GMERS મેડિકલ કોલેજોની ફી મુદ્દે પુનઃવિચારણા કરવા અંગે ખાતરી આપી હતી.

- text