માળિયા (મિ.)ના બગસરા ગામે મહિલા સુરક્ષા ઝુંબેશ અંતર્ગત મીટીંગ યોજાઈ

- text


માળિયા (મિ.) : તાલુકાના બગસરા ગામે મહિલા શક્તિ સંગઠન દ્વારા આજે ‘ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ’ના બેનર હેઠળ એક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં મહિલા સુરક્ષા ઝુંબેશ અંતર્ગત મહિલાઓ અને યુવતીઓ પર થતી હિંસા વિશે કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગામમાં દારૂનું વેચાણ બંધ કરવા બહેનોને સમજાવવામાં આવ્યા હતા અને પરિવારમાં કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરતાં હોય તો તેઓને આ વ્યસન છોડાવવા જાગૃત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રતિનિધિઓ અને ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

- text

- text