મોરબીના રામધન આશ્રમે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત લાયક દંપતી વર્કશોપ યોજાયો

- text


મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 9 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી-2024 અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપનું આયોજન રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના વિસ્તારમાંથી 240 જેટલા દંપતીઓ/ લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આશા બહેનોએ આ વર્કશોપમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા દ્વારા શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવેએ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી ઉપરાંત આરોગ્યના વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતા દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ અંગે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત કુટુંબ નિયોજન થકી માતા મરણ અને બાળ મરણ પ્રમાણ નીચું લાવી શકાય છે, તે બાબતે સમજણ આપવામાં આવી હતી. તેમજ જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.સંજય શાહ દ્વારા માતા અને બાળ આરોગ્ય બાબતે તથા સમયસર રસીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતમાં ડો. ડી.વી.બાવરવા દ્વારા બધાનો આભાર વ્યક્ત કરતાં સમયે પાણી જન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે શું તકેદારી રાખવી તે બાબતે સમજાવેલ ઉપરાંત આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયા પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પપેટશો દ્વારા ચાલુ વર્ષના સુત્ર “વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” ઉપર વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમમાં રંગ લાવવામાં આવ્યો હતો. આ જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષ પારજીયા તેમજ તાલુકા હેલ્થ વિઝીટર એ. ડી.જોશીબેન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાનાં ડી.આઈ.ઈ.સી.ઓ ડી.એમ.સંઘાણી દ્વારા આ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના સુપરવાઈઝરો દ્વારા પણ મદદ કરવામાં આવી હતી.

- text

- text