રવાપરના પાણી પ્રશ્ને 500થી વધુ લોકોનો પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ

- text


3 દિવસથી ઉમિયાનગર -2મા પાણી આવ્યું ન હોય સ્થાનિકોએ અધિકારીનો ઉધડો લીધો : 2 દિવસમાં પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : રવાપરના ઉમિયાનગર-2ના પાણી પ્રશ્ને 500થી વધુ લોકોએ પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. 3 દિવસથી પાણી ન આવ્યું હોવાથી રોષે ભરાયેલા લોકોએ અધિકારીનો ઉધડો લીધો હતો. સાથે સ્થાનિકોએ કચેરીમાં જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રવાપરના ઉમિયાનગર-2ના સ્થાનિક રામજીભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે તેઓના વિસ્તારમાં 3 દિવસથી પાણી આવ્યું નથી. આ પહેલા કલેકટરને રજુઆત કરી હતી. આ મામલે પાણી પૂરવઠાની ઓફિસમાં આ વિસ્તારના લોકો રજુઆત કરવા આવ્યા ત્યારે અધિકારીએ કોને પૂછીને આવ્યા તેવું કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

તેઓએ ઉમેર્યુ કે આ અધિકારી જાણે અમારા ઉપર મહેરબાની કરતા હોય તેવું વર્તન કરે છે. પાણી પ્રશ્ને ધારાસભ્ય અને કલેકટર કહે છે કે આ કામ પંચાયતમાં આવે જ્યારે પંચાયત કહે છે પાણી પુરવઠામાં આવે છે. અમારે આ પ્રશ્ને જવું કયા ?તાજેતરમાં કુંવરજીભાઈએ ત્રીજા નંબરના મોટા સંપને ખુલ્લો મુક્યો પણ ચોમાસામાં પણ પાણી ન આવે તો આમાં સમજવું શુ ? અંતમાં તેઓએ કહ્યું કે 2 દિવસમાં પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

- text

- text