મોરબી જિલ્લામાં કાલે બુધવારે છુટા છવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી 

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત તા.૧૪ સુધી હળવા ઝાપટા પડે તેવુ પણ અનુમાન જાહેર કરાયુ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયા મુજબ મોરબી જીલ્લામાં આગામી તા.૧૦-૦૭-૨૦૨૪ થી તા.૧૪-૦૭-૨૦૨૪ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૦ ના રોજ છુટાછવાયા વિસ્તરમાં મધ્યમ અને તા. ૧૧ થી ૧૪ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

- text

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૬-૩૭ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૬ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૭-૮૦ અને ૫૦-૬૨ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૭ થી ૩૨ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text