ટંકારામા પઠાણી ઉઘરાણી, પાંચ શખ્સોએ મહિલાના ઘરે હંગામો મચાવ્યો

- text


પતિ ઘરે હાજર ન હોવા છતાં જાનથી મારી નાખવા ધમકી આપી

ટંકારા : ટંકારા શહેરમાં પતિ અને દિયર પાસે પૈસા માંગતા બે શખ્સોએ ત્રણ અજાણ્યા ઈસમો સાથે મહિલાના ઘેર જઈ ગાળાગાળી કરી પૈસા આપી દેજો નહિતર જાનથી મારી નાંખશું તેમ કહી પઠાણી ઉઘરાણી કરતા બનાવ અંગે પાંચ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરમાં જીવાપર શેરીમ રહેતા નશીમબેન અલીભાઈ સોર્હવદી નામના મહિલાએ આરોપી અનુભાઈ કટિયા રહે.મોરબી અને જાવીદભાઈ રહે.પડધરી તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ ઉપરોક્ત આરોપીઓએ તેમના ઘેર આવ્યા હતા અને તેમના પતિ અને દિયરે લીધેલ પૈસા પરત આપવાનું કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text