ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેનના અજમેરથી રેવાડી સુધીના સ્ટેશનોના ટાઈમ ટેબલમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ અજમેર સ્ટેશને 02.10 કલાકે, કિશનગઢ 02.38 કલાકે, જયપુર 04.05 કલાકે, ગાંધીનગર જયપુર 04.26 કલાકે, દૌસા 05.05 કલાકે, બાંદીકુઇ 05.29 કલાકે, અલવર 06.15 કલાકે, ખૈરથલ 06.38 કલાકે અને રેવાડી 08.25 કલાકે પહોંચશે.

- text

નોંધનીય છે કે આ ટ્રેન ના અજમેર થી લઈને રેવાડી સુધીના સ્ટેશનો સિવાય અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text