આમ આદમી પાર્ટી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી લડશે : ગોપાલ ઇટાલિયા

- text


મોરબી ખાડાનગરી બની ગઈ, માણસ મરી જાય એવા ખાડાઓ છે, ભાજપમાં ખાડા ભરવાની ત્રેવડ નથી : આપના નેતાએ ભાજપ ઉપર કર્યા તીખા પ્રહાર

મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર હેઠળ શહેર અને જિલ્લાના સંગઠનની સંકલન બેઠકનું આયોજન કરવાના આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા તેમનો પક્ષ મોરબી મહાપાલિકાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલીયાએ આ અંગે જણાવ્યું કે આ બેઠકમાં મોરબી શહેર જિલ્લાના આપના કાર્યકરોએ અહીંના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નો નિવારવા આમ આદમી પાર્ટી પૂરતા પ્રયાસ કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તમામ નગરપાલિકા ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે. ભાજપના નેતાઓએ લાખો કરોડોની ખાયકી કરી છે. નગરપાલિકાને વિકાસનું માધ્યમ બનાવવાને બદલે ખિસ્સા ભરવાનું માધ્યમ ભાજપે બનાવી નાખ્યું છે. એને બંધ કરવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરવાની છે.

- text

મોરબી ખાડાનગરી બની ગઈ છે. માણસ મરી જાય એવા ખાડાઓ છે. ભાજપમાં ખાડા ભરવાની ત્રેવડ નથી અને મહાનગરપાલિકાનું લેબલ ચિપકાવી દીધું છે. એક સારો રોડ બનાવી શકે એવી ભાજપની હેસિયત નથી. જનતાને હવે મહાનગરનો વેરો ભરવા મજબૂર કરશે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરો વર્ષો પહેલા મહાનગર બની ગયા ત્યાં પણ રોડ, ઢોર, સ્ટ્રીટ લાઈટ, અધિકારીઓની તાનાશાહી સહિતના પ્રશ્નો ખુટયા નથી..

- text