9 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 9 જુલાઈ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ ત્રીજ, વાર મંગળ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


 

મહત્વપૂર્ણ ઘટનાઓ

1810 – નેપોલિયને પ્રથમ ફ્રેન્ચ સામ્રાજ્યના ભાગ રૂપે હોલેન્ડ રાજ્ય પર કબ્જો જમાવ્યો.
1816 – આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ. આર્જેન્ટીનાએ વર્ષ 1816માં સ્પેનના આધિપત્યમાંથી આઝાદી મેળવી હતી.
1875 – બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સ્થાપના દિવસ. બીએસઇ તરીકે ઓળખાતું શેરબજાર ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના પ્રેમચંદ રોયચંદ દ્વારા 1875માં કરવામાં આવી હતી. હાલ BSE લિમિટેડ હવે દલાલ સ્ટ્રીટનો પર્યાય બની ગયું છે.
1893 – અમેરિકન હાર્ટ સર્જન ડેનિયલ હેલ વિલિયમ્સને એનેસ્થેસિયા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ સફળ ઓપન-હાર્ટ સર્જરી કરી.

1948 – પાકિસ્તાને પોતાની પ્રથમ ટપાલ ટિકિટ (Postage stamp) પ્રકાશિત કરી.
1951 – જવાહરલાલ નેહરુએ સંસદમાં પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી.
1991 – દક્ષિણ આફ્રિકાને ૩૦ વર્ષના પ્રતિબંધ પછી ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મળ્યો.
1964 – લાલ બહાદુર શાસ્ત્રી 9 જૂન, 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા. તેઓ જવાહરલાલ નેહરુના અનુગામી બન્યા
2000 – ફિજીમાં જ્યોર્જ સ્પીટ અને લશ્કરી નેતાઓ વચ્ચે કરાર થયો.

2001 – ભારત દ્વારા પાક સરહદ પર બે ચોકીઓ સ્થાપવાની ઘોષણા કરાઇ.
2002 – આફ્રિકન એકતાના સંગઠનનું નામ બદલીને આફ્રિકન યુનિયન રાખવામાં આવ્યું.
2004 – એશિયન ડેવલપમેન્ટ બેંકે તેના 42 સભ્ય દેશો માટે આતંકવાદ સામે લડવા માટે ફંડ બનાવ્યું.
2007 – ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક હિમાંશુ જૈનને ગ્લાસ સાયન્સના ક્ષેત્રમાં તેમના અગ્રણી કામગીરી માટે ઓટ્ટો સ્કોટ સંશોધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
2008 – ઈરાને લાંબા અને મધ્યમ રેન્જની પ્રહાર ક્ષમતા સાથે નવ મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2011 – દક્ષિણ સુદાન, સુદાનથી અલગ થઈ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

- text


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1845 – લોર્ડ મિન્ટો દ્વિતીય – વર્ષ 1905 થી 1910 સુધી ભારતના વાઈસરોય તથા ગવર્નર-જનરલ હતા.

1900 – સત્ય નારાયણ સિંહા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, સંસદીય બાબતોના મંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
1923 – માણકભાઈ અગ્રવાલ – બીજી લોકસભાના સભ્ય.
1925 – ગુરુ દત્ત – પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક (અ. ૧૯૬૪)
1930 – કે. બાલાચંદર – ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અને પટકથા લેખક
1938 – સંજીવ કુમાર – ભારતીય અભિનેતા (અ. ૧૯૮૫)
1962 – સુખબીર સિંહ બાદલ – પ્રખ્યાત ભારતીય રાજકારણી, જે શિરોમણી અકાલી દળના પ્રમુખ છે.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1967 – ફાતિમા ઝીણા, પાકિસ્તાની દંત ચિકિત્સક, ચરિત્રલેખક, રાજનેત્રી, મહમદ અલી ઝીણાના નાના બહેન અને પાકિસ્તાનના મુખ્ય સંસ્થાપકોમાંના એક (જ. ૧૮૯૩)
1991 – શેરી ભોપાલી – પ્રખ્યાત કવિ
2015 – સરદાર અંજુમ – ભારતના પ્રખ્યાત કવિ અને લેખક.


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


 

- text