પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના તમામ HWC ખાતે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરાઈ 

- text


 

મોરબી : આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડિકલ ઓફિસર ડો. નિંકુજ સબાપરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના તમામ HWC ખાતે વિશ્વ વસ્તી દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી.

જે અંતર્ગત “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” અંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું, કુટુંબ નીયોજનમાં પુરુષોની ભાગીદીરી, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે બાબતોની જન જાગૃતિ માટે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉજવણીને સફળ બનાવવા ટીમ રંગપરના વૈશાલીબેન રાઠોડ, હાર્દિકભાઈ વાળા તેમજ HWC તમામ CHO MPHW FHWએ જહેમત ઉઠાવી હતી.

- text

- text