અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં એક અઠવાડિયામાં 1 હજારથી વધુ વાહનોનું વેચાણ

- text


અષાઢી બીજના પાવન દિવસે ડિલિવરી મેળવવા શો-રૂમમાં ગ્રાહકો ઉમટ્યા

મોરબી : અષાઢી બીજ એટલે વણજોયુ મુહૂર્ત.. અષાઢી બીજના દિવસે લોકો નવા ઘરમાં ગૃહપ્રવેશ કરતાં હોય છે. ઘણા લોકો નવા ધંધા-વ્યવસાયનો પ્રારંભ કરતાં હોય છે. તો વળી ઘણા લોકો પોતાનું નવું વાહન ખરીદતાં હોય છે. ત્યારે ગઈકાલે તારીખ 7 જુલાઈ ને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે મોરબી જિલ્લામાં શો-રૂમમાં નવા વાહનની ખરીદી માટે ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં 1033 જેટલા વાહનોની ડિલિવરી મેળવી હતી.

- text

અષાઢી બીજના દિવસે નવા વાહનની ખરીદી માટે લોકોમાં અનેરું મહત્વ હોય છે. આ શુભ દિવસે લોકો પોતાના માટે નવું વાહન ખરીદવાનું વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 1033 વાહનોનું વિવિધ ટુ-વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલરના શો-રૂમમાં બુકિંગ થયું હતું અને ગઈકાલે અષાઢી બીજના દિવસે લોકોએ ડિલિવરી મેળવી હતી. અષાઢી બીજના દિવસે એટલે કે 7 જુલાઈ ને રવિવારે મોરબી જિલ્લામાં કૂલ 1033 વાહનો વેચાણ થયું હતું. જેમાં 667 ટુ-વ્હીલર, 220 ફોર-વ્હીલર, 60 માલવાહક વાહનો અને 34 થ્રી-વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું.

- text