મોરબીના ભોયવાડા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મકાન વેચતા લત્તાવાસીઓનો વિરોધ

- text


અશાંતધારો લાગુ હોવા છતાં મકાન વેચતા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ

મોરબી : મોરબીના ભોયવાડા વિસ્તારમાં વસવાટ કરતાં પરમાર સતવારા સમાજ, સઈ સુતાર દરજી જ્ઞાતિ સમાજ, પીઠડ માતાજી મઢ પરિવાર તેમજ ભોયવાડા શેરીમાં રહેતા તમામ રહીશોએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ભોયવાડા વિસ્તારમાં બે મકાનો અન્ય ધર્મના લોકોને વેચાણ કરવામાં આવ્યું હોય આ બાબતે વિરોધ નોંધાવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

લત્તાવાસીઓના જણાવ્યા પ્રમાણે, ભોયવાડા વિસ્તારમાં પરમાર સતવારા કુટુંબ, પીઠડ પરિવાર, સઈ સુતાર જ્ઞાતિ અને લત્તાવાસીઓના ભોયવાડા શેરીમાં બંને માતાજીના મઢ આશરે છેલ્લા 500 વર્ષથી છે અને આ મઢ અનેક લોકોના આસ્થાનું પ્રતિક છે. ત્યારે ભોયવાડા મધ્યે આવેલા બે મકાન અન્ય ધર્મના વ્યક્તિને વેચી દેવામાં આવ્યું છે. આ મકાનની તદ્દન નજીક મેલડી માતાજીનો મઢ છે. મઢની બાજુમાં એક મકાન છોડીને બીજું મકાન આવેલું છે. આ બન્ને મકાન અન્ય ધર્મના લોકોને વેચી દીધેલ છે અથવા તો વેચવાની પેરવી કરવામાં આવી છે. આમ મેલડી માતાજીનું મંદિર અનેક શ્રદ્ધાળુઓનું પ્રતીક છે. ત્યાં અવાર નવાર ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય છે. ત્યારે આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવાનું સરકારે જાહેર કર્યું છે. તેથી અન્ય ધર્મના લોકોને મકાન ન વેચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે લત્તાવાસીઓએ કલેક્ટર સમક્ષ આ બાબતનું સુખદ સમાધાન લાવવા રજૂઆત કરી છે.

- text

- text