Morbi: રાજપરના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેના સૂચના તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારિયા અને સુપરવાઈઝર દ્વારા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ વસ્તી દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” અંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉંમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે બાબતોની જન જાગૃતિ માટે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉજવણીને સફળ બનાવવા ટીમ રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના CHO, MPHW, FHW એ જહેમત ઉઠાવી હતી.

- text

- text