મોરબી અને ટંકારામાં એક સપ્તાહ બાદ વરસાદી માહોલ જામ્યો

- text


મોરબી : મોરબી અને ટંકારામાં એક સપ્તાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા આજે ફરી મન મુકીને વરસતા લોકો હરખમાં આવી ગયા હતા.

ગઈકાલે અષાઢી બીજે મેઘરાજા અમી છાંટણા કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ અંતે સૌ લોકો નીરાસ થયા હતા. પરંતુ અષાઢી બીજના બીજા દિવસે મોરબી અને ટંકારામાં મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. જેને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ટંકારામાં ભારે ઉકળાટ અને બફારા બાદ ઢળતી સાંજે સાડા છએક વાગ્યાના સુમારે અડધી કલાકમાં સટાસટી બોલાવી 16 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે મામલતદાર કચેરી ખાતે સિઝનનો કુલ વરસાદ 336 એ પહોચી ગયો હતો વાવણી પછી ગણ કરે એવા વરસાદથી ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો.

- text

- text