મોરબીમાં બાંધકામની મંજૂરી ન મળતી હોવાના કારણે અનેક ઘર વીજળી વગરના : ઉર્જામંત્રીને રજુઆત

- text


ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાઇટ- પાણી આપવા શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ

મોરબી : મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ મકાન નવા બનાવવા માટે નગરપાલીકા મંજુરી આપતી નથી. તેના કારણે કોઈને લાઈટ પણ મળતી ન હોવાનું જણાવી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો પછી સરકાર કડકાઈ કરે છે. પણ મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ મકાન નવા બનાવવા માટે નગરપાલીકા મંજુરી આપતી નથી, હવે પરીસ્થીતી એવી છે કે મોરબી કલેકટરએ પરીપત્ર કરીને જી.ઈ.બી. બોર્ડને જણાવેલ છે કે બાંધાકામની મંજુરી વગર કનેકશન આપવા નહીં મોરબી ઔધોગીક નગરી છે. અહીંના શ્રમીકો અને મધ્યમ વર્ગના લોકોએ સીંગલીયા મકાન લીધા છે પણ જી.ઈ.બી. બોર્ડ કનેક્શન આપવાની ના પાડે છે.

- text

ધારો કે છ-સાત માળની બિલ્ડીંગ હોય તો તેમાં ફાયર સેફટીની જરૂરત છે પરંતુ મધ્યફમ વર્ગના લોકો જે સામાન્ય મકાનમાં રહે છે તેની સ્થતી શું ? મોરબીમાં ઘણી જગ્યાએ મકાન બની ગયા છે અને તેમાં હાલે આવી ગરમીમાં માણસો વગર લાઈટે રહે છે. કોઈ મંજુરી મળતી નથી ટુંકા પગારમાં લોન ઉપર મકાન લીધુ હોય અને લાઈટ કનેકશન મળે નહીં તો યોગ્ય ના કહેવાય. જાણવા પ્રમાણે હાઈકોર્ટ પણ જણાવે છે કે કોઈપણ વ્યકિતનું મકાન બને એટલે તેને પાણી-લાઈટની સુવિધા આપવી. સરકારની ફરજ છે તો નાના મજુર માણસના મોરબીમાં જે મકાન બની ગયા છે તે તમામને લાઈટ કનેકશન અપાવો તેવી માંગ છે.

- text