વાંકાનેરમાં પૂર્વ સાંસદ અને શિક્ષણવિદ લલિતભાઈ મહેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

- text


વાંકાનેર : આજ રોજ 8 જુલાઈના દિવસે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી કેમ્પસમાં શિક્ષણ જગતના પિતામહ, અર્થશાસ્ત્ર વિષયના તજજ્ઞ, રાજ્યસભાના પૂર્વ સાંસદ, પાંજરાપોળના સંચાલક, વિદ્યાભારતી સ્કૂલના સંસ્થાપક, સમાજ સેવક, ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પૂર્વ પ્રમુખ, શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજના સ્થાપક એવા સ્વ. લલિતભાઈ મેહતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ગુણાનુવાદ રૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીઓ તથા શ્રી અમરસિંહજી કેમ્પસમાં ચાલતા તમામ શૈક્ષણિક વિભાગ જેમકે હેત સંઘવી શિશુ મંદિર, સુમન લાલ મેહતા મેમોરિયલ પ્રાથમિક શાળા, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, માતૃશ્રી વ્રજ કુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ, બી.એસ.સી.કોલેજ તથા શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજ તથા શ્રીમતી કુમુદ બેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટરના વિભાગીય વડાઓ દ્વારા શ્રદ્ધા સુમન રૂપે પક્ષીઓ માટે ચણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વ.લલિતભાઈ મેહતાના પુત્રો તુષારભાઈ તથા કલ્પેન્દુભાઈ મહેતા સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા તથા શ્રદ્ધાંજલિ રૂપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ચોપડા આપી તેમના પિતાને લાગણી ભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદ્યાભારતી શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થિનીઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાંકાનેરના મહારાજા તથા રાજ્યસભાના સાંસદ કેશરી દેવસિંહજી તથા સેક્રેટ્રરી અનંતભાઈ મેહતાએ પણ સ્વ. લલિતભાઈ મેહતાને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ પ્રોફેસર શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text