મોરબીમાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, ગુન્હો નોંધાયો

- text


શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ટ્રાફિકને નડતર થાય તેવું કૃત્ય કરવા બદલ પોલીસની લાલઆંખ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે શનિવારે મોડીરાત્રે વાહન ચાલકો તેમજ રાહદારીઓની જિંદગી જોખમાઇ તે રીતે જાહેરમાં ફટાકડા ફોડી પોતાના ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા સીન સપાટા કરનાર શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે ભરતીય ન્યાય સંહિતના નવા કાયદા મુજબ ગુન્હો નોંધી જાહેરમાં સીન સપાટા કરતા તત્વોને કડક સંદેશ આપ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.6ને શનિવારે રાત્રે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ સામે ભવાની સોડા નજીક આરોપી વિજય નીતિન પીલોજપરા રહે.વાવડી રોડ મોરબી નામનો શખ્સ વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ રૂપ થાય તેમજ લોકોની જિંદગી જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતો હોય પોલીસે આરોપીને અટકાયતમાં લઈ બીએનએસ એકટની કલમ 125 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આરોપીની પૂછતાછમાં પોતાના નાનાભાઈ સુમિતના જન્મદિવસની ખુશીમાં આ કૃત્ય કર્યું હોવાનું આરોપીએ કબુલ્યું હતું.

- text