અષાઢી બીજ નિમિતે મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ

- text


મોરબી : અષાઢી બીજની પૂર્વ ઉજવણીના ભાગ રૂપે તારીખ 6-7-2024 ને શનિવારના રોજ મોરબીની શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ પ્રો. આરતી રોહન રાંકજાના નેતૃત્વ હેઠળ ‘Farmers the backbone of society’ વિષય આધારીત પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખેડૂત આપણા મૂળભુત સમાજનો આધાર છે તેમને બિરદાવતો વિષય ‘Farmers the backbone of society’ એ કોમ્પિટિશનનો મુખ્ય વિષય હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કળાના ઉત્કૃષ્ઠ નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતા. આ કોમ્પિટિશનમાં મારુ ખુશીએ પ્રથમ ક્રમાંક, સરડવા પ્રિયાંશએ દ્વિતીય ક્રમાંક તથા કાસુન્દ્રા હસ્તીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રિન્સીપાલ પ્રો. આરતી રોહન રાંકજા તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા વિજેતા તથા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text