8 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 8 જુલાઈ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ ત્રીજ, વાર સોમ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


 

મહત્વપૂર્ણ ઘટનાઓ

1497 – વાસ્કો દ ગામાએ યુરોપથી ભારતની પ્રથમ સફર શરૂ કરી.
1858 – ગ્વાલિયરના કિલ્લાના પતન પછી, લોર્ડ કેનિંગે શાંતિની જાહેર કરી હતી.
1889 – વૉલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal)નો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો.

1918 – ભારતીય બંધારણમાં સુધારો કરવા માટે મોન્ટાગુ ચેમ્સફોર્ડ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો.
1954 – વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સતલજ નદી પર બનેલ ભાખરા નાંગલ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર બનેલી સૌથી મોટી નહેરનું ઉદ્ઘાટન કર્યું.
1975 – મ્યાનમારના બર્ગાંમાં આવેલા ભૂકંપમાં હજારો મંદિરો નાશ પામ્યા અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
1994 – શિમાકી મુકાઈ જાપાનના પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યા.
1999 – પાપુઆ ન્યુ ગિની (પેસિફિક મહાસાગરનો દેશ) વડા પ્રધાન બિલ સ્કોટનું રાજીનામું.

2002 – દક્ષિણ આફ્રિકામાં અશ્વેત ક્રિકેટરો માટે ક્વોટા સિસ્ટમનો અંત આવ્યો.
2003 – સુદાનમાં વિમાન દુર્ઘટનામાં 115 લોકો માર્યા ગયા હતા.
2005 – ક્લાઈમેટ ચેન્જ મુદ્ જી-8ના દેશો સહમત થયા.
2008 – પેરિસની સરકારે બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનને માનદ નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો.
2011 – સ્પેસ શટલ એટલાન્ટિસ યુએસ સ્પેસ શટલ પ્રોગ્રામના અંતિમ મિશનમાં લોન્ચ કરવામાં આવ્યું.
2012 – આસામમાં ભયાનક પૂરના કારણે વિશ્વ પ્રસિદ્ધ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી 13 ગેંડા સહિત 500 થી વધુ જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યા.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1656 – ગુરુ હરકિશન, શિખ ધર્મના આઠમા ગુરુ (અ. ૧૬૬૪)
1898 – પી.એસ. કુમારસ્વામી રાજા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.

- text

1909 – વિષ્ણુ ડે – જ્ઞાનપીઠ પુરસ્કાર (1971) થી સન્માનિત બંગાળી સાહિત્યકાર હતા.
1912 – બનારસી દાસ – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. (અ. ૧૯૮૫)
1914 – જ્યોતિ બસુ – ભારતીય માર્ક્સવાદી રાજકારણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. (અ. ૨૦૧૦)
1933 – અબ્દુલ હમીદ, ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિઅનના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (અ. ૧૯૬૫)
1937 – ગિરિરાજ કિશોર – પ્રખ્યાત હિન્દી નવલકથાકાર, મજબૂત વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક.
1939 – ગંગા પ્રસાદ – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.

1946 – ગિરિજા વ્યાસ – બે ટર્મ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે.
1949 – ગેગોંગ અપાંગ – અરુણાચલ પ્રદેશના રાજકારણી. (અ. ૨૦૦૯)
1949 – વાય. એસ. રાજશેખર રેડ્ડી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, આંધ્ર પ્રદેશના 14માં મુખ્યમંત્રી.
1958 – નીતુ સિંહ – હિન્દી ફિલ્મોના અભિનેત્રી.
1972 – સૌરવ ગાંગુલી – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન.
1975 – સૌરવ ગાંગુલી (Sourav Ganguly), ક્રિકેટર, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન
1980 – ચેતન આનંદ – ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી.
1991 – અનિતા કુંડુ – ભારતના પ્રખ્યાત પર્વતારોહક.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1822 – પર્સી બૅશી શેલી, અંગ્રેજી રૉમેન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક (જ. ૧૭૯૨)
1982 – સરલાબહેન, અંગ્રેજ ગાંધીવાદી સામાજિક કાર્યકર (જ. ૧૯૦૧)

2003 – સુભાષ મુખોપાધ્યાય – ભારતના બંગાળી કવિ.
2007 – ચંદ્રશેખર સિંહ – ભારતના 11મા વડાપ્રધાન.
2018 – એમ.એમ. જેકબ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
2020 – જગદીપ – ભારતીય સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા.
2021 – વીરભદ્ર સિંહ – હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


- text