તસ્કરો હાઇવે ઉપરથી જાહેરાતના બોર્ડ ચોરી ગયા

- text


છતરથી ટંકારા સુધીના ગાળામાં દોઢ લાખના 70 બોર્ડ ચોરી થઇ જતા ફરિયાદ નોંધાઈ

ટંકારા : રેઢા રાજ પણ જતા રહે ઉક્તિ મુજબ રાજકોટ -મોરબી હાઇવે ઉપર રોડના ડિવાઇડરમાં ખાડા ખોદી મુકવામાં આવેલ જાહેર ખબરના લોખંડની ફ્રેમ વાળા 70 પાટિયા કોઈ અજાણ્યા તસ્કરો બઠાવી જતા જાહેરખબરનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરે આ બાબતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી- રાજકોટ હાઇવે ઉપર છત્તર ગામથી ટંકારા સુધીના ગાળામાં માર્ગ અને મકાન વિભાગ પાસેથી કોન્ટ્રાકટ મેળવનાર ફરિયાદી નરેન્દ્ર કેશવજીભાઇ વિરડીયા રહે. સંસ્કાર સીટી, મવડી પ્લોટ રાજકોટ વાળાએ જાહેરાત માટે રોડના ડિવાઈડર વચ્ચે લગાવેલા લોખંડની ફ્રેમ વાળા જાહેરાતના પાટિયા કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા આવા 70 બોર્ડની ચોરી કરી અજાણ્યો તસ્કર રૂપિયા 1,05,000ની માલમતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવી હતી.

- text