મોરબીમાં મકાન ખાલી કરવા બાબતે યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

- text


વર્ષ 2018ના કેસમાં એક આરોપીને શંકાનો લાભ

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં વર્ષ 2018માં ભાડાનું મકાન ખાલી કરાવવા મુદ્દે બે શખસોએ એક યુવાનની હત્યા કરી નાખવાના બનાવમાં મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે એક આરોપીને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો જયારે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2018માં મોરબીના વિશિપરા વિસ્તારમાં સદામ નામના વ્યક્તિના ભાડાના મકાનમાં રહેતા કાનજીભાઇ લાભશંકરભાઈ ચાવ નામના બ્રાહ્મણની સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદાર અને તેના મિત્ર સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલાઉદીન કટિયા નામના શખ્સે હત્યા કરી નાખતા આ મામલે સીમાબેન બલવંતભાઈ ચાવડા નામના મહિલાએ ઉપરોક્ત બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે 30 મૌખિક અને 24 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો બાદ આરોપી સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદારને આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જયારે આરોપી સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલાઉદીન કટિયાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

- text

- text