મોરબીમાં પરિણીતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારાયું

- text


પરિણીતા સાથે બબ્બે વખત બળજબરી કરી જાતિ પ્રત્યે હડધૂત કરાતા ફરિયાદ

મોરબી : મોરબીના નવલખી રોડ વિસ્તારમાં રહેતા પરિણીતા સાથે નરાધમ શખ્સે બળજબરી કરી બબ્બે વખત દુષ્કર્મ ગુજરવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિણીતાના ઘરમા ઘુસી આરોપી સુલતાન મુસ્લિમ નામના શખ્સે બળજબરીથી એક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ બીજી વખત આરોપીએ પરિણીત મહિલાને પોતાના ઘેર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે

- text