ટંકારાની પ્રેરણા શૈક્ષિણક સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ટંકારા ખાતે આવેલા પ્રેરણા શૈક્ષિણક સંકુલ ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા શાળાના વિશાળ કેમ્પસમાં આજે તારીખ 6-7-2024ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા, ટંકારા તાલુકા ભાજપ ટીમ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ટંકારાનાં સંયોજક રાજભાઇ દેત્રોજા તથા નિલેશભાઈ પટણી, શાળાનાં સંચાલકો પનારા રસિકભાઈ, ભોરણીયા બળદેવભાઈ, વિડજા વિશાલભાઇ, સોલંકી હરેશભાઈ, સવસાણી દિનેશભાઈ સહિતનાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા સૌ શિક્ષક મિત્રો તેમજ કે.જી થી ધોરણ 12 નાં વિદ્યાર્થિઓએ ભાગ લીધો અને માહિતગાર થયા હતા.

- text

- text