માળીયા મિયાણાના ખાખરેચી ગામે વાડી માલિકની હત્યા કરનાર શ્રમિકને આજીવન કેદ

- text


વાડી માલિક રાત્રીના વાડીએ જતા સોનાની બે વીંટી અને મોબાઈલ લૂંટી બે ખેત શ્રમિકોએ કરી હતી હત્યા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે વર્ષ 2014માં વાડી માલિકની સોનાની વીંટી તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી બે ખેતમજૂરોએ હત્યા કરી નાખવાના બનાવમાં મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે એક ખેતશ્રમિકને દોષિત ઠેરવી આજીવનન કેદની સજા ફટકારી અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

- text

આ કેસની વિગત જોઈએ તો માળીયા મિયાણા તાલુકાના ગોદામ નજીક વાડી ધરાવતા રમેશભાઈ શંકરભાઇ સંખેસરીયા નામના વાડી મલિક રાત્રીના સમયે પોતાની વાડીએ આંટો મારવા ગયા બાદ પરત ન ફરતા તેમનો ભત્રીજો રમેશભાઈને શોધવા જતા વાડી નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો અને વાડીએ કામ કરતા ખેતમજુર આરોપી પંકજભાઈ બહાદુરભાઈ ડામોર અને દિલીપ ઉર્ફે કાળું વરસીંગભાઇ કટારા વાડીની ઓરડીને તાળું મારી નાસી ગયા હોય સાથે જ મૃતકના હાથમાં પહેરેલી વીંટી અને મોબાઈલ ગાયબ હોય આ બન્ને શ્રમિકોએ જ હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ અંગેનો કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ 17 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી પંકજભાઈ બહાદુરભાઈ ડામોરને આજીવન કેદની સજા ફટકારી આરોપી દિલીપ ઉર્ફે કાળું વરસીંગભાઇ કટારાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

- text