ઝાયડ્સ લાઈફ ફૂટબોલ કપમાં મોરબીની જુનિયર ગર્લ્સ ટીમનો શાનદાર દેખાવ

- text


મોરબી : ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અંતર્ગત ગુજરાત ફૂટબોલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાયડ્સ લાઈફ ફૂટબોલ કપ, જુનિયર ગર્લ્સ અન્ડર 17 જે હાલમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી – ડેસર વડોદરા ખાતે તારીખ ૩ જુલાઈ થી ૧૨ જુલાઈ દરમ્યાન રમાઈ રહેલ છે તેમા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લાની ફૂટબોલ એસોસિએશનની ટીમ એ ભાગ લીધેલ હતો.

પ્રથમ મોરબી જિલ્લાની ટીમ સાથે લીગમા A ગ્રુપમા કુલ 4 ટીમો હોય તેમાંથી મોરબીને 3 મેચ રમવાના રહેશે. ગુજરાત રાજ્ય માથી કુલ 14 ટીમો એ ભાગ લીધેલ છે, જેમા મોરબીની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈની કુલ 8 બહેનો અને સત્યસાઈ વિદ્યાલયની કુલ 6 બહેનો મળી ને 14 ખેલાડી બહેનોએ આ સ્પર્ધામા ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં રિધમ વામીઆ, રાજનંદીની યાદવ, પૂજા મકવાણા, ભૂમિ તોમર, તવેશા પટેલ, શ્રીના ધૂળેશીયા, રેખા ચૌહાણ, રવીના ડાભી, માનસી ગોધાણી, કિરણ ભાંકોડિયા, ઇસીતા મેવાડા, શ્રદ્ધા સાલાણી, પૃથ્વી પરમાર, દેવ્યાની શર્માનો સમાવેશ થાય છે.

- text

આ‌ સાથે હવે મોરબી જિલ્લાની બહેનો પણ ફૂટબોલની રમતમા પોતાનુ કૌવત દેખાડવા સક્ષમતા તરફ ડગલુ ભરવા લાગી છે. જો આ જ રીતે બહેનોની ટીમો પણ ભવિષ્યમાં મોરબીની શાળાઓમાં રેગ્યુલર સ્કૂલમા કે પછી એકેડેમીમા ફૂટબોલ રમશે તો ભવિષ્યમાં બહેનો પણ રાષ્ટ્ર કક્ષાએ જવા સક્ષમ બનશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text