6 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 6 જુલાઈ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ એકમ, વાર શનિ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


મહત્વપૂર્ણ ઘટનાઓ

1885 – લુઈ પાશ્ચરે હડકવાની રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
1892 – દાદાભાઈ નવરોજી, બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.

1906 – મુખ્ય સ્વાતંત્ર્ય સેનાની ચિત્તરંજન દાસ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ મળીને ‘વંદે માતરમ’ અખબારનું પ્રકાશન શરૂ કર્યું.
1914 – ઑસ્ટ્રિયાએ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
1937 – અમેરિકામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી.
1944 – નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પ્રથમ વખત મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા.
1947 – સોવિયેત યુનિયનમાં એ.કે.-૪૭ રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું.

1955 – ફ્રાન્સના દક્ષિણ અને એન્ટાર્કટિક પ્રદેશને વિદેશી પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યો.
1960 – ક્યુબાએ દેશની તમામ મિલકતોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
1961 – રશિયાએ તેનું બીજો યાત્રી અવકાશમાં મોકલ્યો.
1962 – યુનાઇટેડ કિંગડમનું સામ્રાજ્ય જમૈકામાં સમાપ્ત થયું અને તેને સ્વતંત્રતા મળી.
1964- અમેરિકાના નેવાદા વિસ્તારમાં સંશોધન માટે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ પ્રોમિથિયસ (પાઈન ટ્રી) કાપવામાં આવ્યું.
1964 – મલાવીએ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
1965 – ભારતીય સૈન્ય પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયું.
1975 – કોમોરોસે ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
1976 – ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કરાચીના પોર્ટ કાસિમનો શિલાન્યાસ કર્યો.
1986 – ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ.
1996 – નાસાએ મંગળ પર જીવનની સંભાવના વ્યક્તિ કરી.

2001 – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક કરાર.
2002- ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાંથી તેના નાગરિકોને પરત બોલાવ્યા.
2002 – અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ કાદિરની હત્યા.
2005 – મેક્સિકોમાં ચાલીસ હજાર વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા.
2006 – વર્લ્ડ કપ ફૂટબોલમાં ફ્રાન્સે પોર્ટુગલને હરાવ્યું.
2006 – ભારત અને ચીન વચ્ચેનો નાથુલા ઘાટ, જે ભારત-ચીન યુદ્ધ સમયથી બંધ કરાયો હતો તે ૪૪ વર્ષ પછી વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
2008 – દક્ષિણ ઇજિપ્તમાં 5,000 વર્ષ જૂનું શાહી કબ્રસ્તાન મળી આવ્યું.
2012 – યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-2012 અનુસાર, 2012 થી 2014ના સમયગાળામાં ચીન મલ્ટિનેશનલ કંપનીઓ માટે રોકાણનું સૌથી આકર્ષક સ્થળ હતું. ત્યાર બાદ અમેરિકા અને ભારતનો ક્રમે છે.

- text


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1837 – રામકૃષ્ણ ગોપાલ ભંડારકર – સમાજ સુધારક (અ. ૧૯૨૫)
1901 – શ્યામાપ્રસાદ મુખર્જી – ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્‌, વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી
1905 – લક્ષ્મીબાઈ કેલકર – ભારતના પ્રખ્યાત સમાજ સુધારક હતા. (અ. ૨૦૦૪)
1906 – દૌલત સિંહ કોઠારી – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. (અ. ૧૯૯૩)
1915 – દેવગોડા જવરેગોડા – કન્નડ લેખક, લોક ગીતકાર, સંશોધક અને વિદ્વાન હતા.
1924 – મહિમ બોરા, ભારતીય લેખક અને શિક્ષણવિદ્‌ (અ. ૨૦૧૬)
1935 – દલાઈ લામા – બૌદ્ધ ધર્મના ધાર્મિક નેતા.
1940 – નુરસુલતાન નઝરબાયેવ – કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા..

1943 – મનોજ ખંડેરિયા, ગુજરાતી ગઝલકાર અને કવિ (અ. ૨૦૦૩)
1946 – સિલ્વેસ્ટર સ્ટેલોન, અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક
1947 – અનવર જલાલપુરી – ‘યશ ભારતી’થી સન્માનિત પ્રખ્યાત ઉર્દૂ કવિ હતા.
1956 – અનિલ માધવ દવે – ભારત સરકારમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી હતા.
1958 – રામચંદ્ર પ્રસાદ સિંહ – યુપી કેડરના IAS અધિકારી જે મોદી કેબિનેટમાં ‘સ્ટીલ મંત્રી’ હતા.
1958 – માલતી કૃષ્ણમૂર્તિ હોલા – ભારતના પેરાએથ્લેટ છે.
1985 – રણવીર સિંહ, ભારતીય ફિલ્મ અભિનેતા


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1614 – માન સિંહ – સમ્રાટ અકબરના મુખ્ય રાજપૂત સરદાર હતા.
1894 – પ્રતાપ નારાયણ મિશ્રા – હિન્દી ખડી બોલી અને ‘ભારતેન્દુ યુગ’ના ઉન્નાયક.
1954 – કોર્નેલિયા સોરાબજી – ભારતના પ્રથમ મહિલા બેરિસ્ટર હતી.
1986 – જગજીવન રામ – આધુનિક ભારતીય રાજકારણના અગ્રણી વ્યક્તિ, જેમને આદરપૂર્વક ‘બાબુજી’ કહેવામાં આવતા હતા. (જ. ૧૯૦૮)
1991 – અનવર મહમદભાઈ આગેવાન, ગુજરાતી લેખક (જ. ૧૯૩૬)
1997 – ચેતન આનંદ – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશકઅને પટકથા લેખક (જ. ૧૯૨૧)

2002 – ઠાકુર રામ લાલ – હિમાચલ પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
2002 – ધીરુભાઈ અંબાણી – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક હતા. (જ. ૧૯૩૨)
2005 – નૌતમ ભટ્ટ – ભારતીય વૈજ્ઞાનિક હતા.
2011 – મણિ કૌલ – ફિલ્મ નિર્દેશક
2014 – ગ્રાનવિલે ઓસ્ટિન – પદ્મશ્રીથી સન્માનિત અમેરિકન વિદ્વાન અને ઇતિહાસકાર.
2018 – અમૃતલાલ વેગડ – પ્રખ્યાત લેખક, ચિત્રકાર અને નર્મદા પ્રેમી હતા. (જ. ૧૯૨૮)
2019 – સુષમા સ્વરાજ – ભાજપના નેતા અને ભારતના પૂર્વ મહિલા વિદેશ મંત્રી હતા.


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text