મોરબીમા એસએમસીએ પાડેલા દરોડામાં વધુ ત્રણ આરોપી પકડાયા

- text


લાલપર નજીક ગોડાઉનમાંથી કરોડોના દારૂ પ્રકરણમાં 46 સામે નોંધાયો હતો ગુન્હો

મોરબી : મોરબીના લાલપર નજીક ગોડાઉનમાં વિદેશી દારૂ ઉતારી મોટાપાયે વેચાણની પ્રવૃત્તિ કરવા મામલે એસએમસી ટીમે પાડેલા દરોડામાં કુલ 46 સામે ગુન્હો નોંધાયા બાદ વધુ ત્રણ આરોપીઓને એસઆઇટીએ ઝડપી લીધા છે.

મોરબીના ડીવાયએસપી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, લાલપર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી દોઢેક કરોડનો દારૂ પકડી પાડવા મામલે કુલ 46 આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યા બાદ તપાસનીશ ટીમે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ફરતા રહેતા આરોપી લક્કી ઉર્ફે દિવ્યરાજસિંહ, મૂળ રહે.મધ્યપ્રદેશ અલીરાજપુર, રવિ નટવર પટેલ રહે. હળવદ અને જયેશ કોળીની ધરપકડ કરી હાલમાં તપાસ ચલાવી રહેલ હોવાનું જણાવ્યું હતું.

- text

- text