નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

- text


ગોહિલ સંસ્કૃતિએ પ્રથમ અને પંડિત કલ્પે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશન દ્વારા તારીખ 25 અને 26 મેના રોજ અમદાવાદ ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાંથી અંદાજે 400 થી 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ મોરબીના વિદ્યાર્થીઓ ગોહિલ સંસ્કૃતિ અને પંડિત કલ્પે ભાગ લીધો હતો. આ કરાટે ચેમ્પિયનશિપમાં ગોહિલ સંસ્કૃતિએ પ્રથમ તથા પંડિત કલ્પે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને પરિવાર, વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

બંને બાળકોએ મેળવેલી આ સિદ્ધિ બદલ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન અશોક સર, પ્રિન્સિપાલ પ્રમોદ સર, સિનિયર કો. સંદીપ સર, કોચ ગોપાલ સર, કુમાર સર તથા વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text