સિલિકોસિસ પુનર્વસન નીતિ ઘડવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત

- text


મોરબી : સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબી જિલ્લામાં અનેક મજૂરો સિલિકોસિસ રોગ સામે ઝઝુમી રહ્યા છે અને અનેકના મોત પણ થયા છે. ત્યારે મોરબી સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલયની મુલાકાત લઈને ગુજરાત રાજ્યમાં સિલિકોસિસ પુનવર્સન નીતિ ઘડવા અંગે રજૂઆત કરી હતી.

મોરબી સિલિકોસિસ પીડિત સંઘના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 2017માં જ ગુજરાત સરકારને સિલિકોસિસ પીડિતો માટે પુનવર્સનની નીતિ ઘડી લાગુ કરવા ભલામણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ગત 24 એપ્રિલ, 2024ના રોજ સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે મુલાકાત કરવામાં આવી હતી. તે વખતે ચર્ચા થતાં ધારાસભ્યએ આ અંગેની વિગતો આપવા જણાવ્યું હતું જેથી વિધાનસભામાં આ અંગે રજૂઆત કરી શકાય. ત્યારે ગત તારીખ 2 જુલાઈના રોજ સિલિકોસિસ પીડિત સંઘ- મોરબીના પ્રતિનિધિ મંડળે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલયની મુલાકાત લઈ અન્ય રાજ્યની સરકારે ઘડેલી સિલિકોસિસ પુનર્વસન નીતિની નકલ સુપરત કરી હતી.

- text

- text