બેદરકારી : નેશનલ હાઇવેમાં રસ્તાને ક્રોસ કરતા વીજ વાયરમાં ગાર્ડ ન લગાવાતા દુર્ઘટનાનો ભય

- text


જાગૃત નાગરિકે તંત્રનું ધ્યાન કરી કોઈ દુર્ઘટના સર્જાઈ તે પેહલા યોગ્ય કાર્યવાહીની માંગ કરી

વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવેમાં અનેક જગ્યાએ જાહેર રસ્તાઓ પરથી પસાર થતી વીજ લાઈનમાં વાયરમાં નીચે ગાર્ડ ન લગાવાયું હોવાનું ધ્યાને આવ્યું છે. પીજીવીસીએલની આ બેદરકારી બદલ મોટી જાનહાનિનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે.

મહત્વનું છે કે, જાહેર રસ્તાઓ કે હાઈવે પર રસ્તાને જે વીજ લાઈન ક્રોસ કરતી હોય ત્યાં વીજ વાયરની નીચે ક્રેડલ ગાર્ડિંગ કરવામાં આવતું હોય છે. જેના લીધે વીજ તાર કોઈ કારણોસર તૂટે તો નીચે રસ્તા પર પડવાના બદલે આ ગાર્ડ પર પડે અને મોટી જાનહાનિ ટાળી શકાય. પરંતુ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ક્રોસ થતી વીજ લાઈનમાં આવું કોઈ ગાર્ડ લગાવાયું ન હોવાનું ધ્યાને આવ્યું છે. પીજીવીસીએલ જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ ઘણા રોડ-રસ્તા કે હાઈવે પર આ પ્રકારનું ગાર્ડ લગાવવામાં આવ્યું નથી. જો વીજ વાયર તૂટે તો રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોનો જીવ પણ જઈ શકે છે. ત્યારે તાત્કાલિક ધોરણે આવા વીજ વાયરો નીચે ગાર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

- text

- text