મોરબીમાં 6 થી 10 જુલાઈ સુધી મધ્યમ વરસાદની આગાહી

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલ તારીખ 6 જુલાઈ થી 10 જુલાઈ એટલેકે આગામી પાંચ દિવસ છુટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

- text

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે તારીખ 6 જુલાઈ થી 10 જુલાઈ સુધી મોરબી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં મધ્ય વરસાદ થવાની શક્યતા છે. 6 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં 50 મી.મી, 7 જુલાઈના રોજ 20 મી.મી., 8 જુલાઈના રોજ 22 મી.મી., 9 જુલાઈના રોજ 25 મી.મી., અને 10 જુલાઈના રોજ 19 મી.મી. વરસાદ પડવાની શક્યતા છે.

 

- text