એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે આવેદન અપાયું

- text


 

 

અનુસુચિત જાતિ સમાજના લોકો દ્વારા તેમના જ સમાજના અમુક લોકો ખોટી ફરિયાદ કરતા હોવાની રજૂઆત

મોરબી : મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા શુક્રવારે મોરબી જિલ્લા પોલીસ વડાને મળીને રજૂઆત કરી છે કે, તેમના જ સમાજના અમુક લોકો દ્વારા ખોટી ફરિયાદો કરીને પૈસા પડાવવાનું કૃત્ય કરે છે જેથી સમાજ પ્રત્યે લોકોને ધૃણા અને તિરસ્કાર ઉભો થયો છે.

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે, તેમના સમાજના અમુક લોકો દ્વારા સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો અને એટ્રોસિટીનાં કેસ કરી બ્લકમેલ કરી પૈસા પડાવવાનો ધંધો કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યા છે. તેમજ આવા શખ્સોની ખોટી ફરિયાદોના કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનશ્ય ફેલાય છે. આવેદન પત્રમાં આવી ખોટી ફરિયાદ કરનારના નામ જોગ રજૂઆત કરી તેમના દ્વારા કરવામાં આવેલી ફરિયાદીની સમીક્ષા કરી ખોટી ફરિયાદ સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

- text

આ સાથે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા પોલીસ અધિક્ષકને એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર આવી ફરિયાદો કરનારની કોઈપણ ફરિયાદ લેતા પહેલા પોલીસ દ્વારા સંપૂર્ણ ખરાઈ કરવી અને જુની ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

- text