માળિયા તાલુકામાં વળતર મુદ્દે ખાનગી કંપનીની વીજ લાઈનનું કામ અટકાવતા ખેડૂતો

- text


 

પાવર ગ્રીડ કંપની દ્વારા ઓછું વળતર આપી શોષણ કરવામાં આવતું હોવાની રાવ : યોગ્ય વળતર મેળવીશું અથવા તો જેલમાં જશું, ખેડૂતો અડગ

મોરબી : માળિયા તાલુકામાં ખાનગી વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. જેમાં ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે વીજ લાઈનનું કામ અટકાવી દીધું છે. સાથે કંપની સમક્ષ સ્પષ્ટ વાત મૂકી છે કે યોગ્ય વળતર મેળવીશું અથવા તો જેલમાં જશું.

જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયાએ જણાવ્યું કે માળિયા તાલુકાના ખાખરેચી, વેજલપર, વરડુસર, મણાબા, ચીખલી, કાજરડા, જુના ઘાટીલા, ધૂળકોટ સહિતના ગામોના 150 જેટલા ખેડૂતોની જમીન ઉપરથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઈન નીકળી રહી છે. પાવર ગ્રીડ કંપની દ્વારા ઓછું વળતર આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021માં સ્ટારલાઈટ કંપની દ્વારા 1243 રૂ. પ્રતિ ચો.મી. લેખે વળતર ચૂકવ્યું હતું. પણ આ કંપની અત્યારે રૂ.100 પ્રતિ ચો.મી. વળતર ચૂકવવાનું કહે છે.

અગાઉ આ મામલે ઉર્જામંત્રી, સીએમ અને કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. કંપની પણ ખોટા પ્રલોભનો આપી રહી છે. પણ ખેડૂતો પોતાની યોગ્ય વળતરની માંગ સાથે અડગ છે. આજે ખાખરેચી ખાતે આ વીજ લાઈનના કામને અટકાવી દેવામાં આવ્યું છે. આવતીકાલે અહીં 500 ખેડૂતો એકત્ર થવાના છે. કંપની યોગ્ય વળતર આપે નહિ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તંત્ર જેલમાં નાખી દયે તો પણ અમે પીછેહટ નહિ કરીએ.

- text

- text