કરો હજી બાઈક સ્ટંટ ! વાંકાનેર સીટી પોલીસે સ્ટંટબાજી કરનારને કાયદાનું ભાન કરાવ્યું

- text


મોરબી અપડેટમાં ન્યુઝ ચમક્યા બાદ પોલીસની ત્વરિત કાર્યવાહી 

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે અને ગ્રામ્ય રસ્તા ઉપર બાઈક ઉપર જીવ સટોસટના સ્ટંટ કરતા યુવાનનો વિડિયો વાયરલ થયા બાદ આ સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ એક્શનમાં આવેલ વાંકાનેર સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટંટબાજને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતા સ્ટંટમેને કાન પકડયા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર તેમજ ગ્રામ્ય રોડ રસ્તા ઉપર જોખમી બાઈક સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયા બાદ આ અંગેના સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ વાંકાનેર સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાંકાનેરના તિથવા ગામે રહેતા આરોપી ઇરફાન મકબુલશા શાહમદાર ઉ.21 નામના યુવાનને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ કામગીરી પીઆઇ એચ.વી.ઘેલા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ ચાવડા તેમજ દર્શીતભાઈ વ્યાસ સહિતના સ્ટાફે કરી હતી.

- text