માળિયા (મી.)ના અંજીયાસર ગામે પતિને મોતને ઘાટ ઉતારનાર પત્ની અને સાળાની ધરપકડ

- text


પુત્રી ઉપર નજર બગાડનાર પતિને પત્ની અને તેના ભાઈએ મળીને ખાવામાં ઘેનની ટીકડી ભેળવી દઇ ગળાટુપો આપી પતાવી દીધો હતો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે સગી દીકરી ઉપર નજર બગાડતા પતિને તેની જ પત્ની અને સાળાએ સાથે મળી પહેલા બેભાન કરી બાદમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશ તલાવડીમાં ફેંકી દીધાના પ્રકરણમાં પોલીસે આરોપી પત્ની અને સાળાની ધરપકડ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉ.55 નામના આધેડે ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં તલાવડીમા ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહને એફએસએલ અને પેનલ પીએમ માટે રાજકોટ ખસેડી તપાસ શરૂ કરતા સ્ફોટક વિગતો બહાર આવી હતી

- text

જેમાં મૃતકને તેની જ પત્ની અને સાળાએ પહેલા ચા અને બાદમાં શાકમાં બેભાન થવાના ટિકડા નાખી બાદમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવતા મૃતક હાજીભાઈ અબ્દુલભાઇ મોવરના પુત્ર સાહિલ હાજીભાઈ મોવર ઉ.23 રહે.જુના અંજીયાસર વાળાની ફરિયાદને આધારે આરોપી પત્ની શેરબાનું હાજીભાઈ મોવર અને માળિયાના જૂની ખીરઇ ગામે રહેતા સાળા ઇમરાન હૈદરભાઈ ખોડ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તેને પકડી પાડ્યા છે.

- text