5 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 જુલાઈ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ જેઠ, પક્ષ વદ, તિથિ અમાસ, વાર શુક્ર છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1916 – ભારતના મુંબઈ શહેરમાં એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.

1946 – પેરિસ, ફ્રાન્સમાં, બિકિની (સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો)ના ઉપયોગની પુનઃશરૂઆત કરાઇ. (મૂળ તે રોમન શોધ હતી)

1954 – આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરાઇ.

1954 – બીબીસીએ તેનું પહેલું ટેલિવિઝન ન્યૂઝ બુલેટિન પ્રસારિત કર્યું.

1962 – ફ્રાન્સ સાથે આઠ વર્ષ લાંબા યુદ્ધ બાદ અલ્જીરિયાએ સત્તાવાર સ્વતંત્રતાની ઘોષણા કરી.

1975 – આર્થર એશે વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીતનારો પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યો.

1977 – પાકિસ્તાનની લશ્કરી ક્રાંતિમાં વડાપ્રધાન ભુટ્ટોને ઉથલાવી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, તો જનરલ ઝિયા-ઉલ-હકે સત્તા સંભાળી હતી.

1994 – ઇઝરાયેલ હસ્તકના જેરીકોમાં પેલેસ્ટિનિયન સ્વ-સરકારની ઔપચારિક શરૂઆત.

1996 – “ડોલી” નામની ઘેટી, પુખ્ત પ્રાણીનાં કોષમાંથી ક્લોન કરાયેલું પહેલું સસ્તન પ્રાણી બન્યું.

1998 – પીટ સામ્પ્રાસે પાંચમી વખત વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીત્યું.

1999 – યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાલિબાન પર પ્રતિબંધોની ઘોષણા.

2000 – દુશાનબે (કઝાકિસ્તાન) માં શાંઘાઈ-5 દેશોની પરિષદ શરૂ થઈ.

2001 – બલ્ગેરિયાના વડાપ્રધાન શ્વાન કોસ્તોવે ચૂંટણીમાં હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

2002 – કાઠમંડુમાં નેપાળી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા.

2004 – ગ્રીસે યુરો કપ 2004 ફૂટબોલ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચ્યો.

2007 – મેક્સિકોના દક્ષિણી પ્રાંત તુબલામાં ભૂસ્ખલનને કારણે 60 લોકોના મોત થયા હતા. ઈરાને તેના વિવાદાસ્પદ પરમાણુ મુદ્દાના ઉકેલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના અધિકારીઓને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.

- text

2008 – નેપાળની વચગાળાની કેબિનેટે બંધારણીય સુધારા માટે બિલ લાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1882 – ઇનાયત ખાન, ભારતીય રહસ્યવાદી અને શિક્ષિક (અ. ૧૯૨૭)

1901 – બી. એન. સરકાર – પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા અને ન્યુ થિયેટર, કલકત્તાના સ્થાપક.

1918 – કે. કરુણાકરણ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. (અ. ૨૦૧૦)

1920 – સચિન નાગ – ભારતીય તરવૈયા હતા.

1925 – નવલકિશોર શર્મા, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ (અ. ૨૦૧૨)

1931 – શરદ પગારે – હિન્દી સાહિત્યના જાણીતા લેખક.

1946 – અસગર વજાહત – પ્રોફેસર અને સર્જક

1946 – રામ વિલાસ પાસવાન – લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને ભારતીય દલિત રાજકારણના અગ્રણી નેતા.

1947 – લાલજી સિંહ – ભારતના જાણીતા જીવવિજ્ઞાની હતા.

1956 – જ્યોતિ ખરે – સમકાલીન કવિ અને લેખક.

1960 – રાકેશ ઝુનઝુનવાલા – ભારતીય રોકાણકાર અને સ્ટોક ટ્રેડર હતા.

1995 – પી.વી. સિંધુ – ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1877 – તોરુ દત્ત – અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ પ્રતિભાશાળી કવિયત્રી.

1920 – મેક્સ ક્લિંગર – પેઇન્ટિંગ, શિલ્પ અને ઉત્ખનન કલાના જર્મન કલાકાર હતા.

1957 – અનુગ્રહ નારાયણ સિંહા – ભારતના સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, વકીલ, રાજકારણી અને આધુનિક બિહારના નિર્માતા. (જ. ૧૮૮૭)

1957 – પ્રતુલચંદ્ર ગાંગુલી, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૪)

2006 – થિરુનલ્લૂર કરુણાકરન, ભારતીય કવિ અને વિદ્વાન (જ. ૧૯૨૪)


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


- text