વાંકાનેરની ખેરવા સેવા સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ

- text


વાંકાનેર : તાલુકાના ખેરવા ગામે ચાલતી ખેરવા સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી બિનહરીફ થઈ છે. તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. મહત્વનું છે કે, જ્યારથી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારથી મંડળીના સભાસદો અને ગ્રામ્ય આગેવાનોએ આગવી સુઝબુઝ અને એકતા દાખવીને બિન હરીફ ચૂંટણી થતી આવી છે. અત્યાર સુધી ક્યારેય પણ મતદાન થયેલ નથી. ત્યારે આ વર્ષે પણ 2024 થી 2029-30 સુધીના સભાસદોની ચૂંટણી બિનહરીફ થઈ છે. તેમજ ખેરવા સેવા સહકારી મંડલીમાં મંત્રી સહિતના સ્ટાફે ઉત્તમ કામગીરીના ભાગરૂપે 100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે.

- text