ટંકારા પાલિકા અસ્તિત્વમાં : પ્રથમ ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયા કાલે શુક્રવારે સંભાળશે ચાર્જ

- text


માળિયાના મ્યુનિસિપલ ઈજનેર અને ગોંડલના ડે. એકાઉન્ટન્ટને પણ ટંકારાનો વધારાનો ચાર્જ

ટંકારા : ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હવે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. તેઓ આવતીકાલે આ ચાર્જ સંભાળવાના છે.

આ ઉપરાંત માળિયા મ્યુનિસિપલ ઈજનેર વિવેક ગઢીયાની ટંકારા નગરપાલિકાના મ્યુનિસિપલ ઈજનેર તેમજ ગોંડલ નગરપાલિકાના મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે.

- text

 

- text