મોરબી : ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસરથી 8 જુલાઈ, 2024 સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે.ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 8-7-2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 કલાકે ઉપડશે.ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 8-7-2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 કલાકે ઉપડશે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી કરવા અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.