શોભેશ્વર મંદિર પાસે આવેલી સોસાયટીમાં સમસ્યાનો ઢગલો : તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરતા સ્થાનિકો

- text


મધુસ્મૃતિ સોસાયટીના રહીશોની વરસાદના પાણીનો નિકાલ – રસ્તા રીપેર કરવાની માંગ

મોરબી : મોરબીમાં સામાકાંઠે શોભેશ્વર મંદિર પાસે આવેલી મધુસ્મૃતિ સોસાયટી વિસ્તારમાં વરસાદને કારણે અવાર-નવાર પાણી ભરાઈ જતા હોય તથા વરસાદમાં રોડ રસ્તા ન હોવાથી હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અત્યાર સુધી અનેક રજૂઆત કરી છે. છતાં કોઈ પરિણામનાં મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

- text

સ્થાનિકોએ જણાવ્યું કે, મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે અંદાજે 300 થી 400 કુટુંબો વસવાટ કરે છે. તે સમયે સોસાયટીના રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત રોડ ખોદી નાખ્યા છે. આ દરમ્યાન સોસાયટીના રહીશો, બુજુર્ગો અને બાળકોને સ્કૂલે જવામાં તેમજ મંદિરે જવામાં તકલીફ પડે છે. સોસાયટીમાં રસ્તો ન હોવાથી કોઈ બીમાર પડે તો 108 મારફતે કે અન્ય કોઈ જગ્યાએ લઈ જવા હોય તો વાહન આવી શકે તેમ નથી. હાલ વરસાદની સીઝનમાં ખૂબ ગંદકી થાય છે. વરસાદના પાણી ભરાય જાય છે અને આવવા જવામાં મુશ્કેલી થાય છે. ત્યારે આ સમસ્યાનો નિકાલ લાવવા યોગ્ય કાર્યવાહી કરી પાણીના નિકાલ કરવા અંગે તથા રસ્તો રીપેર કરવા માંગ કરવામાં આવી છે.

- text