મોરબીમાં મંજૂરી વગર પાણીની લાઇન નાંખી ખેતર ખોદી નાખી પૂર્વ નગરસેવકના પતિનો હુમલો

- text


જમીન સંપાદન કર્યા વગર જ નગરપાલિકાએ ખેતર ખોદી નાખ્યાનો આરોપ : સમાપક્ષે પણ રસ્તો ખુલ્લો કરવાતા હુમલો કર્યાનો આરોપ

મોરબી : મોરબીના ગોકુલનગરમાં ઘુડની વાડી વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ખેતર ખોદી નાખવામાં આવતા વાડી માલિકે માપણી સીટ આવ્યા બાદ ખોદકામ કરવાનું કહેતા પૂર્વ નગરસેવીકાના પતિ સહિતનાઓએ મહિલા ઉપર હુમલો કરી ઇટના ટુકડાનો ઘા કરી ઇજા પહોંચાડી હતી. સામાપક્ષે પણ રસ્તો ખુલ્લો કરાવવા જતા બે મહિલાઓએ હુમલો કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધાવતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગોકુલનગર શેરી નંબર 21મા રહેતા લીલાબેન કેશવજીભાઈ ડાભી ઉ.62 નામના વૃધ્ધાએ આરોપી રોહિતભાઈ શામજીભાઈ કણઝારીયા અને સંજય ગોવિંદભાઇ કણઝારીયા રહે. બન્ને જાગાની વાડી, ગોકુલનગર વાળાઓએ ફરિયાદી લીલાબેનની વાડીમાં નગરપાલિકા દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલુ હોય જેથી લીલાબેનના પતિ કેશવજીભાઈએ જેસીબી ચાલકને ખેતરમાં ખોદકામ નહિ કરવા અને માપણી સીટ આવે ત્યારે બાદ ખોદકામ કરવાનું કહેતા સ્થળ ઉપર હાજર પૂર્વ નગરપાલિકાના મહિલા સભ્યના પતિ એવા આરોપી રોહિત અને સંજય ઘર પાસે ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ લીલાબેનને શરીરે ઢીકા પાટુનો માર મારી આરોપી રોહિતે ઇટના ટુકડાનો ઘા મારતા લીલાબેનને ઇજાઓ પહોંચતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ સામાપક્ષે સંજયભાઈ ગોવિંદભાઇ કણઝારીયાએ આરોપી લાભુબેન કેશવજીભાઈ ડાભી તેમજ મુક્તાબેન છગનભાઇ ડાભી રહે.ઘુડની વાડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ મામલતદારમાં દાવો દાખલ કર્યો હતો જેમા ચુકાદો તેમની તરફેણમાં આવતા ગઈકાલે મામલતદાર કચેરી દ્વારા ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવતા લાભુબેનની કાચી વાડનું ડિમોલિશન થતા સારું નહીં લાગતા લાભુબેને લાકડી વડે માર મારી, મુકતાબેને કપડાં ધોવાનો ધોકો મારવાની કોશિશ કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text