૪ જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. ૪ જુલાઈ, ૨૦૨૪ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત ૨૦૮૦, માસ જેઠ, પક્ષ વદ, તિથિ તેરસ, વાર ગુરુ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


મહત્વપૂર્ણ ઘટનાઓ

1054 – એસએન ૧૦૫૪ નામનો સુપરનોવા, ચાઇનીઝ સોંગ રાજવંશ, આરબ અને સંભવતઃ સ્ટાર ઝેટા ટૌરી નજીક અમેરિકન આદિવાસીઓ દ્વારા જોવામાં આવ્યો. ઘણા મહિનાઓ સુધી તે તેજસ્વી રહ્યો અને દિવસ દરમિયાન પણ દેખાતો રહ્યો. તેના અવશેષોથી કર્ક નિહારિકાનું નિર્માણ થયું.

1776 – અમેરિકન ક્રાંતિ: યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતીય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વીકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.

1827 – ન્યૂયોર્ક રાજ્યમાં ગુલામીપ્રથા નાબૂદ કરવામાં આવી.

1855 – વૉલ્ટ વ્હિટમૅનના કવિતાપુસ્તક લીવ્ઝ ઑફ ગ્રાસની પ્રથમ આવૃત્તિ બ્રુકલિનમાં પ્રકાશિત થઈ.

1887 – પાકિસ્તાનના સ્થાપક કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા સિંધ-મદ્રેસા-તુલ-ઇસ્લામ, કરાચીમાં અભ્યાસ માટે જોડાયા.

1914 – બર્ડુનનું યુદ્ધ સમાપ્ત થયું.

1946 – વિવિધ સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા સતત ૩૮૧ વર્ષના શાસનના પછી, ફિલિપાઇન્સને યુનાઇટેડ સ્ટેટ્સથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી.

1947 – બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ “ભારતીય સ્વતંત્રતા વિધેયક” રજૂ કરવામાં આવ્યું, જેમાં બ્રિટિશ ભારતના પ્રાંતોને ભારત અને પાકિસ્તાન એમ બે સાર્વભૌમ દેશોમાં સ્વતંત્રતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો.

1996 – રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિન ચાર વર્ષ માટે ફરીથી ચૂંટાયા.

1997 – અમેરિકન યાન ‘સોજર્નર’ મંગળ ગ્રહ પર પહોંચ્યું.

1998 – જાપાને મંગળ વિશે માહિતી મેળવવા માટે ‘પ્લેનેટ-બી’ નામનું તેનું પ્રથમ આંતરગ્રહીય મિશન મોકલ્યું, બ્રિટનની પાવરબોટ ‘ધ ઓન્લી એન્ડ વાયરલેસ એડવેન્ચર’ એ 74 દિવસ 20 કલાક અને 38 મિનિટમાં પ્રવાસ પૂર્ણ કરીને સૌથી ઝડપી વિશ્વ પ્રવાસનો રેકોર્ડ તોડ્યો.

2001 – ભારત દ્વારા પાકિસ્તાનના નાગરિકો (કેદીઓ)ની મુક્તિ માટેના નિર્દેશ અપાયા.

2003 – પાકિસ્તાનમાં શિયા મસ્જિદ પર હુમલામાં 44 લોકો માર્યા ગયા.

2004 – વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાને બનેલા ફ્રીડમ ટાવરનો પાયો નંખાયો.

2005 – ઓસ્ટ્રેલિયામાં ડોલ્ફિનની નવી પ્રજાતિ સ્નબફિન શોધાઇ.

2006 – ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા અને ભારતમાં ભૂતપૂર્વ જર્મન રાજદૂત ગેરહાર્ડ ફિશરનું અવસાન થયું.

2008 – લગભગ આઠ વર્ષ પછી, મેઇનલેન્ડ ચાઇના અને તાઇવાન વચ્ચેની પ્રથમ નિયમિત સીધી એરલાઇન સેવા તાઇવાનના તાઓયુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી.

2009 – ૧૧ સપ્ટેમ્બરના હુમલા બાદ સુરક્ષાની ચિંતાને કારણે આઠ વર્ષ બંધ સુધી કરાયા બાદ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જાહેર જનતા માટે ફરી ખુલ્લુ મુકાયું.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1897 – અલ્લૂરિ સીતારામ રાજુ, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૪)

1898 – ગુલઝારીલાલ નંદા – ભારતના ભૂતપૂર્વ કાર્યવાહક વડા પ્રધાન (અ. ૧૯૯૮)

1899 – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી વિવેચક (અ. ૧૯૯૧)

1912 – દક્ષિણાની વેલાયુધન – ભારતીય બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર મહિલા.

1916 – નસીમ બાનો – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.

1933 – કે.રોસૈયા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી.

1943 – વિમલેશ કાંતિ વર્મા – ભાષાશાસ્ત્ર, શબ્દકોશ નિર્માણ, ટેક્સ્ટ વિશ્લેષણ, અનુવાદ અને સાંસ્કૃતિક અભ્યાસના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર ભારતીય.

1945 – સુશીલ કુમાર (અભિનેતા) – હિન્દી ફિલ્મોના અભિનેતા.

1954 – દેવેન્દ્ર કુમાર જોશી – આંદામાન-1957 – ચિરાગ શેટ્ટી – ભારતીય બેડમિન્ટન ખેલાડી.

નિકોબાર ટાપુના ગવર્નર.

1956 – લક્ષ્મીકાંત પારસેકર – ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ગોવાના 12મા મુખ્યમંત્રી.

1957 – ચિરાગ શેટ્ટી – ભારતીય બેડમિન્ટન ખેલાડી.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1729 – કાન્હોજી આંગ્રે, મરાઠા સામ્રાજ્યના નૌસેનાના સર્વપ્રથમ સિપાહીસાલાર (જ. ૧૬૬૯)

1857 – ધન સિંહ ગુર્જર – ભારતના સ્વતંત્રતા સેનાની હતા.

1902 – સ્વામી વિવેકાનંદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (જ. ૧૮૬૩)

1915 – થિઓડોર હોપ, બ્રિટિશ મૂળના ભારતીય સનદી અધિકારી (જ. ૧૮૩૧)

1934 – મૅરી ક્યુરી, પોલિશ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી, નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા (જ. ૧૮૬૭)

1963 – પિંગલી વેંકય્યા, સ્વાતંત્ર્યસેનાની અને ભારતીય રાષ્ટ્રધ્વજની રૂપરેખા તૈયાર કરનાર (જ. ૧૮૭૬)

1978 – અમ્મુ સ્વામીનાથન – ભારતીય બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર મહિલા.

1982 – ભરત વ્યાસ – બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર

1988 – શિવકુમાર જોશી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૧૬)


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)